પ્રકૃતિને નિશાને
પ્રકૃતિને નિશાને
આનંદ, ઉત્સવ અને ઉજવણીમાં સહર્ષ શરૂ થયું હતું,
તોય ન જાણે કેવી પળમાં વીતેલ વર્ષ શરૂ થયું હતું,
શ્વાસ જેટલા હતાં જે નજીક, એમનાં જ શ્વાસ છૂટી ગયાં,
જન્મોનાં બંધાયેલ બંધનો બસ પળભરમાં ટૂટી ગયાંં,
જીત્યાં છે એ જ જે આપોઆપ ખુદ ડાઉન થઈ લોક થયા,
જે પણ બહાર નીકળી પડ્યા બેફામ એ સર્વે સ્વર્ગલોક ગયાં,
દીવાઓ પણ પ્રગટ્યા અને થાળીઓ પણ વાગી,
નિ:સ્વાર્થ સેવા કરી કર્મયોગીઓએ આખી આખી રાત જાગી,
પ્રકૃતિ, પાણી ને અન્નનાં ટૂકડાનું ત્યારે મહત્વ સમજાણું,
જ્યારે એક ટંક ખાવાને પણ પૂરતું ન મળતું હતું ભાણું,
તવંગાઈ પણ ઠરી ઠામ થઈ જ્યારે ભાવ પહોંચ્યા આસમાને,
સઘળા ગરીબો બિચારા હતાં લાલચુ વેપારીઓનાં નિશાને,
છૂટ્યા બધાં રીતિ રિવાજો ને ભૂલાયા બધાં કર્મ કાંડ,
મૃતકને જ્યારે મળવાપાત્ર પણ ન રહી એક ગજ જમીન માંડ,
આપવાની હોય ત્યાં આપી દેજો,
ને માંગવાની હોય ત્યાં માંગી લેજો માફી,
ગયાં વર્ષે ભલે કાંઈ ન મળ્યું હોય જીવનમાં,
બસ જીવતાં છીએ એટલું જ છે કાફી,
અનલોક થયા તોય શું થયુંં,
હજુ પણ આપણે પ્રકૃતિને નિશાને છીએ,
જો શીખી શકીએ કાંઈક તો,
વીતેલ પળોમાંથી ઘણું ઘણું શીખવાને છીએ.
