તારી યાદ
તારી યાદ
વીતેલી ક્ષણોને વાગોળવાની પળ મળી,
કે મને તારી સાથે વિતાવેલ દરેક ક્ષણ મળી,
તારા હોવાથી ન હોવાં સુધી,
તને પામ્યાથી લઈ તને ખોવા સુધી,
વાદળ એક તારી યાદોનું વરસી પડ્યું,
ને મન મારૂ એ ભીની પળોમાં લપસી પડયું,
તારા હસવાથી લઈ રડવાની યાદ,
નાની શી બાબતમાં મુજ સાથે લડવાની યાદ,
તારી કહ્યા વીનાની કહેલ હજારો વાતો,
જાગતા જ ગુજારેલી આપણી અકબંધ રાતો,
તારા વીનાની મારી એક પણ ક્ષણ આબાદ નથી,
શું તને સાથે વિતાવેલી કોઈ પણ ક્ષણ યાદ નથી.

