બદલાવ
બદલાવ
ઘણું બદલાયું છે,
બજારમાં આવતી દુકાનો,
શેરીમાં આવતાં મકાનો,
ઝાડની નમેલ ડાળીઓ,
બગીચામાં આવેલ પાળીઓ,
ઘણાં રસ્તા સીધા હતાં,
એ બધાં હવે વળી જાય છે,
શેરીમાંથી પસાર થઈ ગલીઓ,
શેરીની બહાર ભળી જાય છે,
ખુલ્લા હતાં મેદાનો,
ત્યાં વસ્તી હવે બહુ ગીચ છે,
ગઈકાલના બધાં પૂઅર પીપલ,
આજે થઈ ગયા રિચ છે,
બદલાયું છે ઘણુ અહિં,
જાણે બદલાયું આખું ગામ છે,
આ બધાં બદલાવમાં,
એક તારું પણ નામ છે,
એક પણ જૂની વાત જો ને,
તુજને હવે ક્યાં યાદ છે,
તારા પોતાનાઓના લિસ્ટમાંથી,
મારૂ નામ જ બાદ છે.

