તું ત્રિજ્યા ને હું વ્યાસ
તું ત્રિજ્યા ને હું વ્યાસ


તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ;
મારા કરતાં તારા પર વધુ વિશ્વાસ.
કાં પાળિયો થઈશ,
કાં થઇ જઈશ પીર;
બિંદુ, રેખાને કિરણ,
મારે છે પ્રેમનાં તીર .
ક્ષેત્રફળ નગરમાં તારી કરી તપાસ;
તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ.
તારું હૈયું, મારું હૈયું,
છે સમાંતર ને સમરૂપ;
મારી 'હા'માં 'હા' પાડી દે,
જિંદગી થાશે એકરૂપ.
કાટખૂણાનાં પૂરક થઇ રે' શું આસપાસ;
તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ.