ઝુમે છે તું
ઝુમે છે તું
શમા થઇ ટમટમે છે તું ;
લખું છું હું, ઝુમે છે તું .
ફરી ભમરો થઇ આવ્યો,
સુમન થઈને નમે છે તું .
રમત મેદાન પર શોધું
રગેરગમાં રમે છે તું.
પરી ની વાત ભૂલી ગ્યો,
મને તો બસ, ગમે છે તું.
ઇશારો હું નયન થી દઉં
તરત હોઠો ચુમે છે તું

