કિંમત ગુજરાતીની
કિંમત ગુજરાતીની
પોપટ માફકના પઢ, પંડિત !
બાંધ ડહાપણનો ગઢ, પંડિત !
થા, ખુદનો દીપક તોય ઘણું
ના સૂરજને તું વઢ, પંડિત.
જાણો કિંમત ગુજરાતીની
છોડો ઈંગ્લીશની રઢ,પંડિત.
નફરતના ખ્યાલો છોડી દે
દિલમાં પ્રેમ છબી મઢ,પંડિત.
'જલ' પર સરકે જાતે હોડી,
રાખો વા સામે સઢ, પંડિત .
