STORYMIRROR

Kavi Jalrup

Others

3  

Kavi Jalrup

Others

ઇચ્છાઓ છે

ઇચ્છાઓ છે

1 min
14.6K


ઇચ્છાઓ છે ભીની સૂકી 

હળવેથી ગજવામા મૂકી 


આંખે થોડો પ્રેમ ભર્યો ત્યાં 

આખે આખી દુનિયા ઝૂકી 


આડા અવળા લાખ વિચારો 

મનની શેરી વાંકી ચૂકી 


ખુદનું સારું ચીતર દોરો 

ના ઈર્ષાની છાંટો ભૂકી 


કિંમત સાથે હિંમત રાખી

દિલ પર દાવ લગાવો બૂકી


Rate this content
Log in