STORYMIRROR

Kavi Jalrup

Others

3  

Kavi Jalrup

Others

બારેમાસ ચોમાસું

બારેમાસ ચોમાસું

1 min
27.4K


શું શિયાળો ? શું ઉનાળો ? આપડે બારેમાસ ચોમાસું

ટાઢ, તડકાની પિંજણ છોડી ગુલાબી ગાશું


હું અને તું સોનેરી

રૂપેરી કડલાની જોડ

ધબકતાં હૈયામાં

વાવીશું લાગણીનો છોડ


તારીમારી એક નજરથી રંગીલી દુનિયા જોશું

શું શિયાળો ? શું ઉનાળો ? આપડે બારેમાસ ચોમાસું .


લાખ કાંટા કંકરની

વાગે મારગમાં ઠેસ

કુદરતના માલિક પર

નહિ કરીએ કઈ કેસ


સુખ દુઃખના અવસર હો શું સ્મિત ? શું આંસુ ?

શું શિયાળો ? શું ઉનાળો ? આપડે બારેમાસ ચોમાસું


Rate this content
Log in