STORYMIRROR

Kavi Jalrup

Inspirational

3  

Kavi Jalrup

Inspirational

બાહુબલી

બાહુબલી

1 min
14.2K



ના સપનામાં ફર બાહુબલી,

દિલમાં હિંમત ભર બાહુબલી.


કરશે શત્રુઓ સામેથી ઘા,

દોસ્તોથી તું ડર બાહુબલી.


પુસ્તક ઊપર ચાલે દુનિયા, 

તું બસ વાંચન કર બાહુબલી. 


ચારેકોર બધે છે જલ 'જલ ',

હોડી થઈને તર બાહુબલી.


બસ છોડી દે ઈચ્છાઓને,

જીવન થાશે સર બાહુબલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational