STORYMIRROR

Kavi Jalrup

Inspirational

2  

Kavi Jalrup

Inspirational

ફૂલનું ખીલવું ને કરમાવું

ફૂલનું ખીલવું ને કરમાવું

1 min
14.3K


સુરજનું ઊગવું ને આથમવું,

ફૂલનું ખીલવું ને કરમાવું,

તારાનું એકધારું ઝબકવું,

બાળકનું નિર્દોષ હસવું,

અંધારામાં દીવાનું ટમટમવું,

નેવા પરથી 'જલ'નું ટપકવું,

કોહિનૂર હીરા સ્વરૂપે ચમકવું.

ક્યારેક

દર્પણ સામે એકીટસે જોઈ 

અતીતમાં સરી પડવું,

જો

કોઈને આપેલા ખોટા વચનો,

કાગડા જેવી ઈર્ષા,

શિયાળ જેવી લુચ્ચાઈ,

બગલા જેવી ચાલાકી કરી.

કોઈના 

દિલને દુઃખી કર્યા હોય ને 

તે યાદ આવે 

અને  

પોતાના આંખોમાંથી આંસુઓનું 

જે 

ઝરણું ફૂટી નીકળે,

એજ 

સાચું અને સનાતન સત્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational