STORYMIRROR

Kavi Jalrup

Inspirational Others

3  

Kavi Jalrup

Inspirational Others

આદત છે

આદત છે

1 min
27.4K


થોડી થોડી રડવાની આદત છે ,

થોડી થોડી હસવાની આદત છે .


સામે હોય ભલે ને એ સિકંદર,

પોરસ માફક લડવાની આદત છે.


ઓછું આપી ના છેતરશો અમને ,

નભના તારા ગણવાની આદત છે.


છોડી દીધો મેં ડર યમરાજા નો,

ફૂલ સમું પાંગરવાની આદત છે.


ના ટોકો, ના રોકો, વ્હેતાં 'જલ' ને ,

તેને આગળ વધવાની આદત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational