STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

સમજતું નથી...

સમજતું નથી...

1 min
27.4K


ફૂલ એનાં વગર આજ હસતું નથી. 

હૈયું એનાં વિના તો ધબકતું નથી. 

કોઇના પણ વગર કઇ અટકતું નથી, 

દિલ કદી મુખને જોઈ મલકતું નથી. 

સ્વાર્થના સગપણો છે જગતમાં બધાં, 

કામ ના હોય તો કોઇ મળતું નથી. 

જે નગરમાં સદા ભેદભાવો જ છે, 

તે નગર કૂતરું પણ રખળતું નથી. 

એક દી તો જવાનું છે સૌએ અહીં, 

વાત એ કેમ કોઈ સમજતું નથી?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational