કઈક વાત કર
કઈક વાત કર
હૈયે ચુભે કોઈ વાત તો રજૂઆત કર,
મૌન કેમ છે ? કઈક વાત કર.
હોય જો પ્રેમ તો મૂંઝાય શાને ?
આમ શબ્દોમાં કબૂલાત કર.
સાવ રંગવિહિન છે જિંદગી મારી.
સુંદર રંગોથી એમાં ભાત કર.
ડગર છે કાંટાળી, મંઝિલ દૂર છે,
પણ અટવાઈ શાને ? શુભ શરૂઆત કર.
