"માટીનાં પિંડ માંથી આપ્યો મનુષ્યનો આકાર."
"માટીનાં પિંડ માંથી આપ્યો મનુષ્યનો આકાર."
હે ઈશ્વર તે જીવનમાં કેવો કર્યો ચમત્કાર!
માટીના પિંડ માંથી આપ્યો મનુષ્ય આકાર!
હવા આપી પાણી આપ્યું આપ્યો તે પ્રકાશ,
દિવસે સૂરજ રાતે ચાંદનો આપ્યો ઉજાસ.
માનવીને જીવન જીવવા આપ્યો તે પરિવાર,
હૂંફ ,લાગણી અને પ્રેમ આપ્યા તે પારાવાર.
તકલીફો પીડા અને દુઃખ આપ્યા, એમાં આપી તક,
શ્રદ્ધાનું તે બળ આપ્યું જીવન કરે સાર્થક.
હારવાની અણી પર હોય તું આપે એને જીત,
ઉદાસીને પણ તું બનાવી દે છે આનંદનું ગીત!
કેવા મજાના બાગ બગીચા આપ્યા અદભુત!
પંખીઓ કલરવ કરે આપ્યું મજાનું સંગીત!
કરી જ નાં શકે કોઈ તારા જેવો ચમત્કાર,
તું તો મૃત વ્યક્તિમાં પણ છો પ્રાણ પૂરનાર.