ચંદન
ચંદન


તરુવર શાખા પરોપકારી શ્રીગંધા ચંદન
શીત સુખડ સુકેત સુનિખારે વારું વદન
નિર્જળ શુષ્ક મધ્ય ગર્ભ સોડમ ઘનસાર
દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર
ચંદ્રદ્યુતિ ઔષધ સદાબહાર વૃક્ષ ભદ્રશ્રય
ચંદ્રકાંત પરોપજીવી વન વૃક્ષને આશ્રય
તિલપર્ણિકા ફળ ફૂલ દ્વિવાર્ષિક નિપજતા
તિલકપર્ણક પવિત્ર તેલ સુગંધી ઉપજતા
તરુવર શાખા પરોપકારી શ્રીગંધા ચંદન
સુખડ દેવસ્થાન ભાલ તેજસ્વી પ્રિયવદન.