દંભ
દંભ
માણસનો દંભ
પાંદડું સૂકે, ખરે, કે સડે,
બુમો ઉઠે, આંખે અશ ચઢે,
પશુ, પંખી, પતંગની પરે,
કરુણા વહે,
દિલ દયા ભળે.
પણ સગી મા,
બાપની વેદના,
ભૂખી, તરસી, રસ્તે ફરે,
વૃદ્ધાશ્રમની ઠંડી છાંય,
મૂકી આવે, ફરજ ભૂલે
દંભ રે માણસ, તું શું દેખાડે?
પ્રાણીને દયા,
પણ સગાંને ઠગે,
સમાજના રંગે રંગાઈ જાય,
સ્વાર્થે તું સાચું દિલ ગુમાવે.
બે ડબલાં પાણી બચાવે,
દુનિયાને બૂમ પાડી બતાવે,
ને પછી હવાડો આખો ઉડાડે,
બચાવે પર્યાવરણ ચોરે,
ઘરે આવી મૂકે સર્વે કોરે,
વહેવાર કુંભકર્ણ જ્યમ ઘોરે
વાતો કરે આ વાદ અને તે વાદ,
ગુંજે ભરે પીઠે લાદ,
ગજવે દંભનો નાદ
