કુદરતની કમાલ
કુદરતની કમાલ
થયો મેઘ જ્યારે ઘેલો,
વાવ્યો મેં એક વેલો,
આભે ચડ્યો અકેલો,
લાગ્યો પછી થાકેલો,
હવે જોઈએ છે ચેલો,
સૂકી લાકડીનો થેલો,
રાખ્યો બાજુ ઊભેલો,
ગયો જોવા ત્યાં વહેલો,
મુરઝાયો જોયો મેં પેલો,
લાકડીમાં આવ્યો હેલો,
બહું દિન વીત્યે ગયેલો,
થઈ ગયો હતો ખેલો,
વેલો લાગતો તો મેલો,
લાકડી કુંપળ પર્ણ ફેલો,
લીલો છોડ બન્યો ગેલો,
વેલો કહે મને કેમ ઠેલો,
નીચે આવ્યો તો રેલો,
અરે અહીંથી જલ્દી લેલો,
શ્વાસ લઉં છું છેલ્લો,
વહેલો જતો રહ્યો વેલો,
ગુરુ બન્યો તો ચેલો,
વેલે કરવત કોઈ મેલો,
ઉમેદવારનો થ્યો ખેલો,
ટેકેદાર થ્યો બહું ઘેલો,
આભે પહોંચ્યો અલબેલો
