કુદરત એટલે કુદરત
કુદરત એટલે કુદરત
કુદરતનું રહસ્ય
વેલો વાવ્યો, લાકડી ટેકે,
કુદરતનો ખેલ થયો એકાંતે.
લીલો વેલો હસતો ખીલ્યો,
પણ દિવસ ગયા,
ને સૂકો થઈ ઝીલ્યો.
લાકડી હતી નિર્જીવ,
ટેકો બની,
મૌન ઊભી,
સાથે રહી.
અચાનક ફૂટ્યો અંકુર નવો,
લીલો ઝાડ બન્યુ!
જીવન નવુ!
વેલો મર્યો,
લાકડી જીવી,
કુદરતની માયા કોણે કીધી?
જે નિર્જીવ લાગે,
તેમાં જીવન,
કુદરતનું રહસ્ય,
અજાણ્યું અનુભવન!
