સમય બદલાયો
સમય બદલાયો
જાણતા'તા જે મને, અભિમાન કરતા'તા,
કાળની થપાટે, બેહાલ થઈ ગયો,
સીધો સાદો હું, બદનામ થઈ ગયો,
કાળની થપાટે, રસ્તે આવી ગયો,
કોણ મારા મિત્ર ? કોણ મારા દુશ્મન?
ભોળો માણસ હું, સમજી ના શક્યો !
તંદુરસ્તી બગડી, ટીકાઓ પણ વધી,
કુટુંબ સાથે હું, એકલો પડી ગયો,
સામાજિક સંબંધોમાં, તિરાડ પડી ગઈ,
કાળની થપાટે, હું કોરન્ટાઈન થઈ ગયો,
સમય બદલાયો, સમજ પણ બદલાઈ,
આજ સગાંઓમાં માનીતો થઈ ગયો,
ના લો હવે પરિક્ષા, જેવી ઈશ્વરની ઈચ્છા,
સમર્પણની ભાવના, ના અંતરમાં ઈચ્છા,
આજ મારો પણ સમય બદલાઈ ગયો.
