જીવનની હકીકત
જીવનની હકીકત


ઈશ્વરની દેન છે જીવન, એ સત્ય નિરાળું,
જીંદગીમાં સારું જીવવું એ જ તેનું કહેણુ.
જીવનની હકીકત વિચિત્ર છે ખરી,
સરળ, સુગમ નથી આ જીંદગીની રીતી.
સુખ-દુઃખના મેળાપથી જીવન સજે છે,
આથી જ તેના રૂપમાં પરિવર્તન આવે છે.
ક્યારેક હળવાશ, ક્યારેક ભાર હોય છે,
જીવનની આ યાત્રામાં ઉતાર-ચઢાવ હોય છે.
પરંતુ ઈશ્વરનો સાથ અચૂક હોય છે,
સંકટોમાં રક્ષણ, દુઃખમાં પણ સુખ હોય છે.
સારું જીવવાની કળા શીખવી જોઈએ,
ઈશ્વરના આશીર્વાદથી જીવન જીવવું જોઈએ.
જીવનની હકીકત સમજી લેવી જોઈએ,
સુખ-દુઃખની વચ્ચે સંતુલન જાળવવું જોઈએ.
ત્યારે જ જીવનની સફર સુંદર બને છે,
ઈશ્વરનો આભાર અને સંતોષ મળે છે.
- કૌશિક દવે