નદી
નદી
નદી
ઊભો હું નદી કાંઠે,બે કાંઠે પાણી છે
સામે પાર પહોંચવું મારે, નદીમાં પાણી છે
વિચાર આવ્યો તરીને જાઉં,તરી શકાય એમ નથી
ધસમસતા પ્રવાહમાં તરીને જાઉં એવી હિંમત નથી
જિંદગી પણ એવી છે, જીવન નદી જેવું છે
સતત ચાલતું જીવન, જીવનમાં અનેક સંઘર્ષ છે
સુખદુઃખ આવે જિંદગીમાં, છતાં જીવવું પડે છે
દુઃખમાં રાખો સહનશીલતા,સહન કરી જીવવું પડે છે
કદાચ નદી પાર થશે, સામે કાંઠે જઈ શકાશે
જિંદગીનો ભરોસો શું, સહીસલામત પાર થશે?
ખળખળ વહેતી નદીમાં,મધુર સંગીતનો અવાજ છે
જિંદગીમાં સંગીત છે,પણ માણી શકાય એવી ક્યાં છે?
ઊભો હું નદી કાંઠે, કાંઠે ઘણા માણસો છે
તીરે ઊભા તમાશો જુવે, એવી આપણી જિંદગી છે
- કૌશિક દવે