STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

તો લખ ગઝલ

તો લખ ગઝલ

1 min
570

કાળજું કોરાય છે ? તો લખ ગઝલ !

માંહ્યલો મૂંઝાય છે ? તો લખ ગઝલ !


સાવ તો સ્હેલું નથી લખવું અહીં,

દલડું જો દંડાય છે ? તો લખ ગઝલ !


વાત છેટી રાખવી થાકી જવું,

હેતથી હંફાય છે ? તો લખ ગઝલ !


ડૂબવાનું હોય છે ઊંડાણમાં,

રોમ પણ રૂંધાય છે ? તો લખ ગઝલ !


તોય 'સાગર' ના છકી જાવું અહીં,

આતમા અંજાય છે ? તો લખ ગઝલ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy