STORYMIRROR

Prahladbhai Prajapati

Drama Fantasy

4  

Prahladbhai Prajapati

Drama Fantasy

સરવાળે સફરમાં પ્રશ્નાર્થ ?

સરવાળે સફરમાં પ્રશ્નાર્થ ?

1 min
25.8K



પામવા કિનારો સમંદર ખુંદી ઝૂમી રહ્યા,

મોઝાંની બાથમાં ફીણે ફંગોળાતા રહ્યા,


મોઝાની રફતારના સરવાળે ફીણાતા ગયા,

અગણિત બિંદુએ ઓગળી પથરાતાં ગયા,


એમ ગુણાકરે ગુણાતાં ભાગાકારે ભાગતાં ગયા,

આખરે બાદબાકીમાં વધી શેષે શોષાતાં ગયા,


સરવાળે શેષમાં વધેલી શૂન્યોના સરવાળે રહ્યા,

જ્વાબે પ્રશ્નાર્થ? અંકોના આંકડે મથતા રહ્યા,


શેષના સર્જનમાં ગણિતની શૂન્ય બાજી મારી ગૈ,

હતા ત્યાં ને ત્યાં ગણિતના ચકરાવે ફેર બદલી થૈ,


ઉગવાથી આથમવા સુધીના રસ્તાની સફર થૈ,

પામવા મેળવ્યાના વ્યાકરણની ભૂખ અફર રૈ,


ઉજરડાઓથી વિચારો કલ્પનાઓ તરબતર થૈ,

સમયના અખબારે છપાતા આર્ટીકલો નકલ થૈ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama