ઈશારો કરે છે
ઈશારો કરે છે


નજરથી મજાનો ઈશારો કરે છે.
હૃદય પર કરારા પ્રહારો કરે છે.
મનાવે કદી સ્હેજ રીસાઇ જાઉં,
બહાના પછી તો હજારો કરે છે.
હસીને ઘણાં આવકારું પછી પણ,
અમારા તરફ એ કિનારો કરે છે.
પ્રણયમાં હું આવું લપાઈ છુપાઈ,
નગર શાંત 'ને એ બખારો કરે છે.
બરફના સરીખા જ છે શ્વાસ મારા,
ઘણા છે અહીંયા તિખારો કરે છે.
અમારી નજર છે તમારા તરફ 'ને,
જમાનો અહીંયા કતારો કરે છે.
નથી પ્રેમ જેવું ,ભલા એ કહે છે!
ફરક એટલો કે લવારો કરે છે.
પહેલાં ભલે ના કહે છે સદાયે,
પડે કામ તો એ સહારો કરે છે.
"ખુશી" છે અમોને સિતમ એ કરે છે,
સતાવી મજાનો નજારો કરે છે.