સૂર્યના ડૂબી જવાની પ્રતિક્ષા
સૂર્યના ડૂબી જવાની પ્રતિક્ષા
ચાંદનીથી શોભતી આ રાત વ્હાલી લાગતી,
તારલાની જો મને સોગાત વ્હાલી લાગતી,
સૂર્યના ડૂબી જવાની હોય પ્રતિક્ષા કેટલી !
રાત પહેલાં ઊગતી એ ભાત વ્હાલી લાગતી,
હું ભરું આખા ગગનની રોશનીને આંખમાં,
જો સજીને નીકળું તો જાત વ્હાલી લાગતી,
આભનો ચાંદો બની સાથે ધબકશું આપણે,
એક હોવાનું હૃદય એ વાત વ્હાલી લાગતી,
હું અને તું, સાથમાં હો આપણી વચ્ચે "ખુશી",
ઓઢણી તારે મઢી,બારાત વ્હાલી લાગતી.