ચારે દિશાઓમાં તું છે તું
ચારે દિશાઓમાં તું છે તું
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
આપ્યા છે તે જળ નદીઓના...
પાપ ધોઈને સદીઓના...
આંખે મારી વહેતા અશ્રુ...
છે હિસાબ આ બદીઓના...
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
ઉપર ઉડતી જાય છે પાંખો....
આપી મુજને જોવા આંખો...
સારું નરસું કાને ધરીને..
એવાં પાપ કર્યા મેં લાખો...
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
આ સૂરજના કિરણો આપ્યા...
અજવાળા જીવનમાં સ્થાપ્યા...
ભક
્તિ તારી સૌને પ્યારી...
શ્રદ્ધાના બોર રામે ચાખ્યા..
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
તું છે સમાયો હર રૂદીયામાં...
તોયે રાવણ મળે ફળિયામાં...
દાઝે છે એ જ્વાળાઓથી...
ઘી હોમે છે જે બળીયામાં...
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
આપી દે સમજણ તું મુજને...
તો બચાવું ખુદથી ખુદને...
સાચી રાહે ચાલુ હરદમ...
સોંપી જીવન આખું તુજને.
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...
ચારે દિશાઓમાં તું છે તું...
ઓ ભગવાન તું છે તું...