STORYMIRROR

Heena Pandya (ખુશી)

Romance

4  

Heena Pandya (ખુશી)

Romance

ઓગળે છે

ઓગળે છે

1 min
575

કનૈયા વગર એ તરસ ઓગળે છે.

જૂએ રાહ રાધા દિવસ ઓગળે છે.


રહી દૂર એવો સમાયો હૃદયમાં,

વિરહમાં ભળી પ્રેમ રસ ઓગળે છે.


ઉડી શ્વાસ ધીમા પવન સંગ આજે,

વહી વાંસળીમાં સરસ ઓગળે છે.


છવાયું ગગન મોરપંખી બનીને,

એ દિલદારનાં રંગ બસ ઓગળે છે.


ઉભી તાકતી આંગણે વાટ જોતી,

"ખુશી" છે ઘણી કે વરસ ઓગળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance