STORYMIRROR

Heena Pandya (ખુશી)

Inspirational Others

4  

Heena Pandya (ખુશી)

Inspirational Others

રાખ્યાં છે

રાખ્યાં છે

1 min
395

કેટલાંયે એમણે તો નામ રાખ્યાં છે,

શોધવા જેવાં કશે ક્યાં ઠામ રાખ્યાં છે,


કોઇકે ગોપાલ તો માધવ કશે પ્યારો,

પ્રેમમાં રાધા તમે તો શ્યામ રાખ્યાં છે,


જે મહોબ્બતમાં પડ્યાં 'ને ના થયાં બેઠાં,

એમણે હોઠોથી ચાખી જામ રાખ્યાં છે,


વાસનાની છોળ ઉઠતી જાય છે જ્યાં જ્યાં,

એ હદયમાં એમણે ક્યાં રામ રાખ્યાં છે ?


હેસિયત જેની નથી સમજી શકે દિલને,

લાગણીઓનાય ઊંચા દામ રાખ્યા છે,


ખુશ્બુ અત્તરની લઈ આવે ઘણી મોંઘી,

આપવા હૈયે ઘણાયે ડામ રાખ્યાં છે,


આ નવા પ્રેમીજનો તો મારશે વટ'કે,

ચાંદ નામે કેટલાંયે ગામ રાખ્યાં છે,


ને નભાવી ના શકે તોયે ખરચ કરશે,

હાથ ખિસ્સામાં પછી બેફામ રાખ્યાં છે,


લાગ જોઈ ભીડ ઓછી થાય જાણી ને,

સાંજ પડવાના ઘણાં જો કામ રાખ્યાં છે,


બે ઘડી પણ બોલવા સંવાદ રાખ્યાં છે,

શબ્દને પણ સાચવીને આમ રાખ્યાં છે,


રીત નોખી સૌ જનોની હોય છે એમાં,

મેં "ખુશી"થી પ્રેમ ચારે ધામ રાખ્યાં છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational