એવી મોસમ,જામશે વાદળની નીચે
એવી મોસમ,જામશે વાદળની નીચે
એવી મોસમ,જામશે વાદળની નીચે,
કે એવી મોસમ,જામશે વાદળની નીચે.
નળીયાનાં નેવેથી ટપટપતી થાશે,
પાંદડાની વચ્ચમાં ફરફરતી ગાશે,
પ્રસરીને ગાલ પર આવશે 'ને,
ખુદ વાછટો ભીંજાતી જાશે.
એવી મોસમ,જામશે વાદળની નીચે,
કે એવી મોસમ,જામશે વાદળની નીચે.
મોઘમતા વાયરાઓ વાશે,
વીજળીના ઝબકારા થાશે,
વરસીને આભ જેમ,
દિલમાં ઉઘાડ જેવું જાશે.
એવી મોસમ,જામશે વાદળની નીચે,
કે એવી મોસમ,જામશે વાદળની નીચે.
ઋતુ પ્રેમ લઈને આવી જાશે,
પ્યાલાઓ અમૃત
નાં પાશે,
લાગણીઓ ઉગશે 'ને,
હરિયાળી થઈને છવાશે.
એવી મોસમ,જામશે વાદળની નીચે,
કે એવી મોસમ,જામશે વાદળની નીચે.
પ્રેમની કિંમત સમજાશે,
બુંદો પણ કિંમતી થઈ જાશે,
આમતેમ વિખરીને,
છાંટણાંઓ કેશમાં ગુંથાશે.
એવી મોસમ, જામશે વાદળની નીચે,
કે એવી મોસમ, જામશે વાદળની નીચે.
માછલીઓ ઊંચે ઉડી જાશે,
'ને તમરાઓ નાવ લઈને ગાશે,
દરિયાઓ ઉતરીને,
હૈયામાં સોંસરવા જાશે.
એવી મોસમ,જામશે વાદળની નીચે,
કે એવી મોસમ,જામશે વાદળની નીચે.