STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

4  

Dilip Ghaswala

Inspirational

યાદોના ઢગલા થયા

યાદોના ઢગલા થયા

1 min
25K


મોરલો ટહુક્યો અને વ્રુક્ષો બધા લીલા થયા,

કરવટો ડાળી ની બદલાઈ અને ફૂલો થયા.

કોક ખેતરની વચોવચ હું તરસ થઇને ઉભો, 

નીકમાં પાણી સ્વરૂપે એમના પગલા થયા.

ને પછી તો પૂર્વવત આ પાનખર બેઠી અને,

પશ્ચિમી બારીમાં ચિત્રો એક બે ખુલ્લા થયા. 

આગમન આ આપનું ને ડાળીઓનું ઝૂકવું,

મહેક ભીની માટીમાં તો યાદોના ઢગલા થયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational