ગઝલ છે
ગઝલ છે


ફૂલો માફક ખીલી નમણી ગઝલ છે,
વસંતી વાયરા જેવી ગઝલ છે,
શરમથી લાલ તારું થઈ જવું ને,
અચાનક સ્મિતથી ખીલી ગઝલ છે,
શરાબી આ નજર જ્યાં તેં કરી તો,
બની મદમસ્ત મેં પીધી ગઝલ છે,
સફરનો આ નશો માણી તું જોજે,
સમય કેફે જ ઘૂંટાતી ગઝલ છે,
ઘણી કૃપા છે દેવી શારદાની,
પુનિત ગંગાથી ધોયેલી ગઝલ છે.