ઝાકળ
ઝાકળ
સુણી મરશિયા મળસ્કે ઝબકીને જાગ્યું તૃણ,
ચમક્યું ચાદર શબનમને જેવું લપટ્યું ભૃણ,
પ્રગટ્યો પ્રેમપ્રભાતે ઓસ નિહાર મજાનો,
વાયરે ખીલવ્યો તુષાર રંગરૂપનો ખજાનો,
મલક્યા મનમોતી મણકા હૈડે ઝીલ્યા ઠાર,
ઝીલ્યા આલિંગન પુષ્પક અંતરાલ નિહાર,
ભીના ભાવે અંબાર ઓઢી ઝર્યા ઝાકળ બિંદુ,
હિમ સરીખા તર હેત હર હિમાંબુ ઓથ ઈંદુ,
નિશાપુષ્પ ખીલ્યા રજત રંગ આજ રાત્રિજલ,
પર્ણ પરજર્યા ગાન પ્રભાતિયાં વન ઉષોજલ,
વટ્યું ઘનીકરણ વેગથી વળી બાષ્પીભવન,
પ્રસરતા ઠંડક જલબિંદુ ઠર્યા તરુવર ભવન,
સુણી મરશિયા મળસ્કે ઝબકીને જાગ્યું તૃણ,
સૂરજ ઊગતા પીગળીને ઝાકળ ચૂકવ્યું ઋણ.