આમ્રફળ
આમ્રફળ


આમ્ર મીઠાં, ફળ સરવમાં, સર્વ શ્રેષ્ઠ મધુરાં
આંબા વૃક્ષે, રસ મધુર છે, ખાટાં મીઠાં અનેરાં,
લીલા આંબે, ધવલ સરખા, ફૂલ આવ્યા શિયાળે
ધીરે ધીરે, ખબર નહિ ને, પ્રગટ્યું લીલુ છોરું,
કાચી નાની, સરસ હરિતે, આજ ખાટી બની છે
ગ્રીષ્મ આવ્યે, હરિત બનશે, રંગ ધીરે અધીરે,
પીળા રંગે, ચમક બદલી, સ્વાદ મીઠો મધુરો
પાક્યે મીઠી, રસ ઝરત ને, સોડમે છે અનેરી,
આમ્ર મીઠાં, ફળ સરવમાં, સર્વ શ્રેષ્ઠ મધુરાં
ખાટીમીઠી, જગત ભરમાં, ભોગ જાણે અમૃતે.