Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

3.8  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

થોડી બેફિકરાઈ

થોડી બેફિકરાઈ

1 min
869


થોડી બેફિકરાઈ પણ જરૂરી છે 'શૈલ'

ઠાવકા રહીને માથે સફેદી આવી ગઈ !


નિર્દોષ એવી નફ્ફટાઈ પણ શોધી લાવો,

ચિંતાતુર રહી હૃદયમાં નળીઓ જામી ગઈ !


પેલા ભાઈબંધનો ખભો ક્યાં છે હવે ?

સાલું ! એકલા એકલા જિંદગી ગળી ગઈ !


ઉઘાડા પગે લગાવતા દોડ એ શેરી ક્યાં છે ?

આ શહેરોના ડામરને પગની પાની ચોંટી ગઈ !


એ રખડપટ્ટી અને મલકની ધૂળ ત્યાં જ રહી,

ગોઠવીને જીવતાં જિંદગી હપ્તે ચઢી ગઈ !


એ હોંકારા ને તુંકારા નથી પામતો હવે અહીં,

મોટાઈની આ મદભરી ચરબી ચડી ગઈ !


હતા દિવસો લાંબા ને રાતો પણ રઢિયાળી,

ચાંદને મળ્યે તો અહી સદીઓ વીતી ગઈ !


પત્થરે પડતી કેરીઓ ને કુતૂહલની ચણોઠી,

વાટ એ વગડાની ને વાડ કાંટાળી ક્યાં ગઈ ?


આવતી એ યાદ સ્વપ્ને કવચિત્ ઢંઢોળવા મને,

વ્યર્થ નિંદવું હૃદયને, શહેરની હવા લાગી ગઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract