Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

એક અરસો થઈ ગયો

એક અરસો થઈ ગયો

1 min
435


નેવેથી પડતું પાણી ને ચોક વચાળેનું એ ખાબોચિયું,

વરસતા વરસાદમાં ભીંજાતું મારું ગામ,

જોયે એક અરસો થઈ ગયો,


કાગળની હોડી ને એ રસ્તાની નહેરો, 

સાવ સસ્તી એ ખુશીઓ પણ મોંઘેરી ટાઢક,

મળ્યે એક અરસો થઈ ગયો,


પલળેલી કેડી પર જંગલ મજાનું, દાદાની છત્રી પર થીગડું મજાનું, 

એ ભેંસોની ભાંભર ને ગાયોની મસ્તી,

જોયે એક અરસો થઈ ગયો,    


એ મદઘેલો વાયુ ને બારીની ઓથે નીતરતી ભીનાશ,

આંગણનું તળાવ કે શેરી વચ્ચે ભર્યું સરોવર,

જોયે એક અરસો થઈ ગયો, 


વ્હાલપનો છેડો મને દોરી જતો ચૂલે મઢી સોડમ ભણી,

ખોંખારો એ તાતનો, અહેસાસ હૂંફાળો ભીનાશમાં,

પામે એક અરસો થઈ ગયો, 


સાવ સાચું કહું તો, એ વડલાની છાંય હવે ક્યાંથી પામું,

એ આંખોની ભીનાશ ને ખજાનો,

માણે એક અરસો થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational