Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Tragedy Fantasy

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance Tragedy Fantasy

લીંબોળી

લીંબોળી

1 min
281

લીલી શી લીંબુડી ઝૂલે લીમડા ડાળ,

લીલુડી પાંદડીને વાયદા કર્યા બે ચાર !

તું ય લીલી ને છું હું ય લીલી છમ્મ,

આવ કરીએ મજા મારી સાથે તું રમ !

વર્ષાની હેલીમાં ભિંજાશું થઈ ભેળાં,

આમ કહી પાંદલડીની સુધારતી એ વેળા !

પણ આવ્યું જ્યાં ચોમાસુ ચારે કોર,

લીંબોળી થઈ ઘેલી વર્ષાની પ્રીતે ઘનઘોર !

એક જ છાંટાની સોબત વળગી એની ઓર,

ફટાક દઈ ને રંગ બદલતી લીંબોળીની કોર !

વિસરી વાયદા કેરી ફોરમ એ પીળી ચકોર,

છતાં મરક મરક મલકે પાંદલડી નવ કરે શોર !

નથી કહેવું વસમું મારે નથી મૂકવું કોઈ આળ,

હું ભલી ને ભલી છે મુજને સંઘરતી આ ડાળ !

ભલે થઈ તું પીળી મૂકી મુજ ને લીલી લોલ,

ના બદલું હું આ રંગ પ્રીતનો છે મારે હૈયે મોલ !

લીલી શી લીંબુડી ઝૂલે લીમડા ડાળ,

લીલુડી પાંદડીને વાયદા કર્યા બે ચાર !

Rate this content
Log in