ના આવ્યા
ના આવ્યા


તમારી યાદથી વીતતા સમયમાં સાથી બનીના આવ્યા,
આ ફિક્કા પડેલા ચેહરા પર સ્મિત બની ના આવ્યા,
મે પૂછેલા એક પણ સવાલનો તમે જવાબ બની ના આવ્યા,
મે કહેલી એક પણ વાર્તામાં વાત તમે બની ના આવ્યા,
આ અંધકાર ભરી રાતમાં તમે તારા બની ના આવ્યા,
આ આશાઓની સવારમાં તમે સુરજ બની ના આવ્યા,
અમે સળગાવેલ દીપમાં તમે પ્રકાશ બની ના આવ્યા,
પ્રેમની બનાવેલી ચાસણીમાં તમે મીઠાશ બની ના આવ્યા,
આ લાગણી કેળા કાનનમાં તમે ફૂલ બની ના આવ્યા,
બઉ રાહ જોઈ તમારી પણ છેવટે તમે તો નાજ આવ્યા.