STORYMIRROR

Mahesh Sparsh

Romance

4  

Mahesh Sparsh

Romance

ગઝલના અજવાળે

ગઝલના અજવાળે

1 min
27K


પંથ સૌ કાપશું ગઝલના અજવાળે,

આભને આંબશું ગઝલના અજવાળે.

લાગણી એક-બે ન ચાલે જીવનમાં,

શ્વાસમાં વાવશું ગઝલના અજવાળે.

જો હ્રદય સ્વિચ ઓફ થાશે વધતા પ્રેમ,

ફ્યુઝ સૌ બાંધશું ગઝલના અજવાળે.

નામ તારા ગયા પછી છાનું છપનું,

એકલા બોલશું ગઝલના અજવાળે.

ભીંત પર ચોંટતા કદી સપનાઓ પણ !

આંખમાં આંજશું ગઝલના અજવાળે.

તિમિરના તો પહાડ ફૂટી નીકળ્યા,

કાંકરી ખોળશું ગઝલના અજવાળે.

“સ્પર્શ”ના પાંચ દેશ છો છૂટી જાતા !

આંગળી ઝાલશું ગઝલના અજવાળે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance