મોબાઇલ અપાવી દે
મોબાઇલ અપાવી દે
મમ્મી મને મોબાઇલ અપાવી દે,
ફોર જી ડેટા પણ કરાવી દે,
કોલ કરે તું ને નામ મારું સંભળાય,
કોલર ટ્યુંન એવી સેટ કરાવી દે.
મમ્મી મને મોબાઇલ અપાવી દે.
‘યો..યો..હની સિંગ, યો..યો..હની સિંગ,’
રીંગટોન રાખી ધૂમ મચાવી દે,
ફ્રેન્ડસ મારા હેલ્લો! હાય-બાય કરે,
મજાના ઇમોજી મોકલી મૂડ બનાવી દે,
મમ્મી મને મોબાઇલ અપાવી દે.
પપ્પા પાસે તો એપ્પલનો મોબાઇલ,
ને, હું માગું તો ટોય પકડાવી દે!
સ્કૂલે જાઉં ત્યારે, “દીકુ તારી બહું યાદ આવે”
ખોટું બોલે છે, વીડિયોકોલ ના કરાવી દે !
