STORYMIRROR

Margi Patel

Children Drama Tragedy

4  

Margi Patel

Children Drama Tragedy

ડિસ્પોઝેબલ નથી સ્ત્રી...

ડિસ્પોઝેબલ નથી સ્ત્રી...

1 min
585





સિગરેટ નથી હોતી સ્ત્રી,

કે ગમી ને અડવા લાગે તમારી આંગળીઓ,

ફેંકી દો તમે,

સળગતી, બુઝાયેલી કે અધૂરી ક્યાં પણ...



કોઈ એવી પુસ્તક પણ નથી સ્ત્રી,

કે સંતાડી ને વાંચો,

કે સંતાડી ને રાખીએ ઘરમાં,

કે અર્થ વગરના તેના પર મોહર આપણી લગાવી દઈએ...



સમય પસાર કરવાનું સાધન પણ નથી સ્ત્રી,

કે તમારો ખાલી સમય ભરી લે,

ને પછી જવા દો કિંમતી સમય છે મારો,

ડિસ્પોઝેબલ નથી સ્ત્રી...



તમારો મોં નો માવો નથી સ્ત્રી,

મન ભરાઈ જાય ને માર્ગ માં થૂંકી દો,

ને લઇ આવો નવો...



અગ્નિ છે,

રોશની ને પ્રેરણા આપે છે,

ધારશે ને તો બધું જ ડિસ્પોઝ કરીને જાય છે...


Rate this content
Log in

Similar gujarati poem from Children