Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Children

2.2  

Dharmik Parmar 'Dharmad'

Children

થિયેટરમાં ચકીબેન

થિયેટરમાં ચકીબેન

1 min
1.1K


રવિવારનો દિવસ હતો ચકલીએ કર્યો વિચાર !

'થિયેટર'માં જઈને આજે ચકલીઓ બેઠી ચાર.


દાણા-બાણા લીધાં નહીં ને લઈ લીધા 'પૉપકોન' !

થિયેટરની ખુરશીએ બેસી એણે પિક્ચર જોયું 'ડૉન'.


'ચીં..ચીં..' ભુલીને એ તો ડાયલૉગ કેવા બોલે ?

પિક્ચરના એ ગીતો ગાતી થનગન થનગન ડોલે !


પિક્ચર જોઈ એક ચકલી થઈ ગઈ ગાંડીતુર !

માળાનુ ભુલીને સરનામુ એ તો ઉડી ગઈ દૂર .


ચકાભાઈ તો સૌને પૂછતાં, ''જોઈ મારી ચકી ?''

રસ્તે રસ્તે જઈને એતો શોધતાં મલકી મલકી !


ચાંદામામા આવ્યા તો'ય ચકી ન આવી ઘરે !

ચકાભાઈની આંખોથી હવે રીમઝીમ આંસુ સરે.


થોડીવારમાં ચકીબેનને તો આવ્યું સાચું ભાન.

ઉડતા ઉડતા એમને દેખાણું થિયેટરનું મકાન !


ચકાભાઈ ચકીને શોધતા થિયેટર આવી બેઠાં.

ત્યાંજ એમને રડતા ભોળા ચકીબેન દીઠાં !


ચકાભાઈ તો ચકીને જોઈ હરખે કેવા મળ્યા.

ચકીબેન ચકાને જોઈ તો હરખે રોઈ પડ્યા !


બન્ને એકબીજાને જોઈ થઈ ગયા ખૂબ રાજી !

બન્ને એ સાથે બેસી જોઈ ફિલ્મ 'સોગઠાબાજી'


Rate this content
Log in

Similar gujarati poem from Children