ઈડલી સાંભાર કીધો
ઈડલી સાંભાર કીધો
જે મળ્યું એનો મેં હોંશે હોંશથી સ્વીકાર કીધો,
તોય સમયે મારી ઉપર જોને અત્યાચાર કીધો,
આંગણું આપી તમે જોયું નહીં મુજ વેલ સામે,
માર્ગમાં જે કૈં મળ્યું એનો જ ખુદ આધાર કીધો,
એકલું દોડ્યા કરે, રખડયા કરે, બીજું કરે શું ?
ક્યાં કદી આ બાળને પપ્પાએ બેસી પ્યાર કીધો,
મેં તો મંગળવાર ઈચ્છાપૂર્તિ માટે દાન કીધું,
રોટલો મળતાં જ એણે દિલથી મંગળ-વાર કીધો,
જન્મદિન 'બા'નો હતો જે રોટલાની ફૅન છે પણ
દીકરાને ભાવતો એ ઈડલી-સાંભાર કીધો.