પિન્ટુના નખરા !
પિન્ટુના નખરા !
1 min
276
પિન્ટુને રીંગણાં ભાવે નૈ,
રોજ રોજ પિત્ઝા મંગાવે ભૈ.
રોજ રોજ પિત્ઝા સારા નૈ,
એ તો રોગનાં ખોલે પિટારા ભૈ.
પિન્ટુને દૂધી ભાવે નૈ,
રોજ રોજ ચાઈનીઝ લાવે જૈ.
દૂધી વગર બુદ્ધિ આવે નૈ.
રોગો શરીરને સતાવે ભૈ.
પિન્ટુને ભીંડા ભાવે નૈ,
બર્ગરનો ઓર્ડર આપે જૈ.
બર્ગરથી ફૂલી જવાશે ભૈ.
પછી, જરીકે ચાલશે નૈ.
પિન્ટુને પાલક ભાવે નૈ.
બે-ત્રણ સમોસા ઝપટાવે ભૈ.
સમોસા તેલમાં રમેલા ભૈ.
પિન્ટુની જેમ એ ફૂલેલા ભૈ.
જન્ક-ફૂડ તો રોજે ખવાય નૈ.
પિન્ટુને વાત આ સમજાય નૈ.
પિન્ટુને આળસ બહું આવે ભૈ,
સૌ 'જાડિયો' કહીને ચીડવે જૈ.