આજે રવિવાર..
આજે રવિવાર..
આજે રવિવાર..
દિવસ સામૂહિક રજાનો.... દિવસ સામૂહિક મજાનો.... ખૂશીઓનો ખજાનો...
આજે સવાર ધીમી ગતિએ શરૂ થઈ રહી હતી...
આજે ઘડિયાળનો કાંટો અમારો શ્વાસ અદ્ધર કરી શકવા જેટલો સક્ષમ નહોતો જણાતો...
ટેરેસના હિંચકે બેસી ન્યૂઝપેપર, કૉફી
અને પત્નીના કોમળ કંઠ સાથે કોમળ હાથે
કતારબદ્ધ ગોઠવાઈ રહેલાં વાસણોનાં મૃદુ સ્વરની સરગમ
હૃદયમાં એક નવી જ વ્હાલપ ઉપજાવી રહી...
એટલામાં મોબાઈલની ઘંટડી રણકી...
આ ઘંટડીએ પેલી સરગમ સાથે બીજું બધું જ ડિસ્ટર્બ કરી નાખ્યું...
>પત્નીએ કોલ રિસીવ કર્યો,
લગભગ ત્રીસ સેકન્ડ્સ વાત ચાલી અને ઘરનું એટ્મોસ્ફીઅર ચેન્જ થયું...
અચાનક...સાવ જ અચાનક....
ઘડિયાળનો કાંટો હાંફવા લાગ્યો...
ઘડિયાળનાં કાંટાનાં હાંફ અને થાક બંનેને પેલી ઘંટડીએ
પત્નીના ચહેરા પર કૉપી-પેસ્ટ કરી દીધાં...
હવે તેના કરની અને વાસણોના સ્વરની સરગમ
ડી.જે. વોરમાં પલટાઈ ગઈ...
આ એક કલાકના ચિત્રમાં અંતે
મેં ટર્નિંગ પોઈન્ટ સમાન પેલી મોબાઈલની ઘંટડી વિશે પૂછ્યું તો કહે;
'કામવાળી બાઈનો કોલ હતો..... આજે નહિ આવે..'