STORYMIRROR

Shailesh Joshi

Inspirational

2  

Shailesh Joshi

Inspirational

દિવસો પાછા નજીકમાં છે....

દિવસો પાછા નજીકમાં છે....

1 min
14K


હવે આપણા આરામના દિવસો પાછા નજીકમાં છે....

હવે ફરી પાછું આપણે

દરિયામાં ભીંજાયા વિના નહાવાનું,

મંદિરની બહાર ઈશ્વરનું સરનામું પૂછવાનું,

ખૂલી આંખે કઈ નહિ જોવાનું ને 

બંધ હોઠે ઘણુંય બોલવાના દિવસો પાછા નજીકમાં છે.

રોજ તારું એકનું એક જ તોફાન 

આપની વચ્ચે કેટકેટલું નવસર્જન કરી જાય?

પણ હવે થોડો સમય તોફાન વિના જ 

વિસર્જિત થવાના દિવસો પાછા નજીકમાં છે.

તારે પીડાવાનાં દિવસોનો પણ મારો હરખ જોઈ તારે રીસાવાનું...

પણ સ્ત્રીત્વની પૂર્ણતા ખાતર 

મારે ફરી અપૂર્ણ રહી જવાના દિવસો પાછા નજીકમાં છે.

આ દિવસોમાં તારી બધી ઈચ્છાઓ કેવી વિંખાય ને પિંખાય જાય છે?

પણ મારી બધી જ ઝંખનાઓને 

ઈસ્ત્રી કરી અલાયદી મૂકવાના દિવસો પાછા નજીકમાં છે.

ભગવાન રોજ આપની ભેગો એક થાળીમાં જમી જાય છે

પણ હવે કાચું સીધું ધરીને એને 

તારાથી દૂર રાખવાના દિવસો પાછા નજીકમાં છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational