Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailesh Joshi

Others

2  

Shailesh Joshi

Others

એલાર્મ અને સપનાં

એલાર્મ અને સપનાં

1 min
6.8K


આખાય દિવસના ધમપછાડા પછી
અધૂરાં રહી ગયેલાં સપનાઓને
એલાર્મ વૉચના કાંટાની ધાર પર સજાવીને
ઘસઘસાટ ઊંઘી ગયો..
 
સવારે પાંચ વાગ્યે એલાર્મના સૂરે
સપનાઓને મારા કર્ણપટલમાં રેડયાં..
 
આ સૂરોથી થોડી સૂરતા આવી!
ને મારો હાથ અર્ધનિંદ્રામાં એલાર્મની સ્વીચ પર પડ્યો
ને વૉચના કાંટાની તીક્ષ્ણ ધાર પર સજાવેલાં
મારા બધાં સપના વિંંધાઈને લોહીલુહાણ થઈ ઘડિયાળમાં ચોતરફ વેરવિખેર થઇ ગયાં..
 
જાગતાવેંત ઘડિયાળમાં જોયું ને દોડ્યો
મારા રક્તરંજિત હાથ ધોઈ નાખ્યાં
મોં પરના હત્યાના ભાવને ધોઈ નાખ્યાં
 
ને છેવટે આંખોમાં બાકી રહી ગયેલાં સપનાના અવશેષોને પાણીની છાલકોથી જળસમાધિ આપી
બે હાથે તર્પણ કરી
એના નામનું સ્નાન કરીને
ફરીથી હું દોડવા માંડ્યો!
 
લોહીથી ખરડાયેલી ઘડિયાળનાં સેકન્ડ કાંટાની સાથે
મારી ચારેય બાજુ છે લોહીના ડાઘા
અને મારા પગ નીચે કચડાઈ રહ્યાં છે
મારા સપનાઓનાં અસ્થિફૂલ...
 
ને તો ય હું દોડ્યે જ જાઉં છું
બસ, દોડ્યે જ જાઉંછું!


Rate this content
Log in