STORYMIRROR

Shailesh Joshi

Children Classics Inspirational

3.2  

Shailesh Joshi

Children Classics Inspirational

ભણતર

ભણતર

1 min
14.3K


બીજું બધું મને બરાબર ફાવે છે;

બસ એક સ્કૂલમાં જ મને ચક્કર આવે છે.

ઉકેલી નથી શકાતો એકેય કોયડો ગણિતનો;

હવે વિજ્ઞાનમાંય પદાર્થ નક્કર આવે છે.

બોર્નવિટા પીવરાવી ફૂલવ્યો છે મમ્મીએ મને;

હવે દૂધમાં પણ ક્યાં સાચી તર આવે છે.

આખો દિવસ ચાલે બસ એક જ આવ-જા;

મેડમ જાય બહાર ને પછી સર આવે છે.

આ રોગ પણ કેવા યોગ સર્જે છે જુઓ;

અધૂરા લેશને પાછું કળતર આવે છે.

હોવી જોઈએ સ્કીમ પરિણામ સાથે પણ;

પેન્સિલ સાથે જેમ ફ્રી રબ્બર આવે છે.

ઘણીવાર થાય કે ભાગી જાઉં સ્કૂલેથી;

શું કરું? બાજુમાં જ મારું ઘર આવે છે.

કહેવાથી નહિ સમજે, મા-બાપ ‘આર્યન’

અપેક્ષાઓનો અંત એક કબર લાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children