સૂર્યોદય
સૂર્યોદય
1 min
43
પ્રભાતે આ, ભડભડ બળે, ધોમ તેજે મરીચી
આકાશે શું, ચટક વરણે, પૂર્વ ખૂણે લલાટે,
ઊગ્યો આભે, જનક જગનો, તેજ ગોળો સવારે
લાલી જાણે, ક્ષિતિજ ઉપરે, ભાલ રંગ્યું સૂર્યે,
પ્રકાશ્યો છે, તિમિર જગના, દૂર ફંગોળવાને
તારા સર્વે, ડર સમજતા, એક એકે છૂપાયા,
ઊઘાડીને, પવન વનમાં, બારણેથી વહેતો
ઝાડે ઝાડે, ખગ ઝડપથી, ઊઠતા નાચવાને,
પ્રભાતે આ, ભડભડ બળે, ધોમ તેજે મરીચી
મંદિરોમાં, ઘર ઘર જને, નીંદરે ધાડ પાડી.
