બિલ્લીબેનને...
બિલ્લીબેનને...


બિલ્લીબેનને આવી ગ્યો છે તાવ,
ગુમસૂમ બેઠો મુન્નો આજે, ઢીલો પડ્યો છે સાવ.
હાથ ફેરવું માથે તો પણ 'મ્યાઉ..' 'મ્યાઉ..'ના બોલે.
પાસે બેસી ગીત ગાઉં હું, તો પણ ના એ ડોલે.
મમ્મી પાસે જઈને બિલ્લીની કરતો એ રાવ.
બિલ્લીબેનને...
કાળા ટપકાં, ઝીણી મૂછો મુન્નાને બહુ ગમતી.
ઘરમાં બેઠી મૂંગી મંતર બિલ્લી મનમાં રમતી.
રમવામાં કૈ જીવ ના ચોંટ્યો, પડતો મૂક્યો દાવ.
બિલ્લીબેનને...