કોણ આપશે ?
કોણ આપશે ?
મને દાળભાત કોણ ચોરી આપશે?
કોળિયો મોઢામાં કોણ મૂકી આપશે?
નાના છે હાથ,
એથીય નાની બુધ્ધિ,
જાતે ખાતા ના આવડે મને,
મા મારું મોઢું કોણ લૂછી આપશે?
મને શું ભાવે?
એ તને ખબર છે,
દાઝી જવાની બીક મને,
મા મને ઠંડું કોણ કરી આપશે ?
રમતા રમતા,
ખાવાની ટેવ મારી,
રમાડતા ખવડાવાની ટેવ તને,
મા મને પ્યાલો પાણી કોણ ભરી આપશે?
રોટલીમાં મોરસ,
તેનું ગોળ ભુંગળું,
ઘી, ગોળ, ભાત યાદ આવે મને,
મા મને રમકડાં કોણ તરી આપશે?
સીધી રીતે ના ખાવ,
તો ખાવો પડે માર,
ચડે કેવો ભયાનક ગુસ્સો તને,
મા એવો પ્રેમ તે કોણ ફરી આપશે?
મને દાળભાત કોણ ચોરી આપશે?
કોળિયો મોઢામાં કોણ મૂકી આપશે?